96 - સાવ ખુલ્લેઆમ તું / અનિલ વાળા


શબ્દ ચોખ્ખો બોલવા દે સાવ ખુલ્લેઆમ તું,
જાત મારી છોલવા દે સાવ ખુલ્લેઆમ તું.

બંધ છે આ બારણાં વરસો થયાં એ વાતને,
દોસ્ત ! ખડકી ખોલવા દે સાવ ખુલ્લેઆમ તું.

પી ગયો આખું ગગન એનાં ઈશારા માત્રથી,
આપમેળે ડોલવા દે સાવ ખુલ્લેઆમ તું.

સ્વપ્ન-પંખી એક બેઠું પાંપણોની ડાળ પર,
આંખ એને ઠાલવા દે સાત ખુલ્લેઆમ તું.

મોતનું ફરમાન પણ મંજૂર છે આજ મને,
સત્યને જો તોલવા દે સાવ ખુલ્લેઆમ તું.


0 comments


Leave comment