97 - તમને ગમી શકું / અનિલ વાળા


હું તમારી આંખ માંહે ટમટમી શકું
યત્ન મારાં એ જ છે તમને ગમી શકું.

એટલી આપો નહીં રે વેદના મને,
આપજો જખમો મને જે હું ખમી શકું.

સાવ અક્કડ છું, મને સોગંદ પ્રેમના,
પ્રેમ કાજે આપનાં ચરણે નમી શકું.

સાવ ઠંડોગાર છું એ ભ્રમ છે ગઝલ,
તું મળે, એ જાણતાં હું ધમધમી શકું.

ઉકળેલો છું સદાથી આપની ઉપર,
આપ ધારો તો હવે થોડો શમી શકું.

એક ઈચ્છા છે તમે પૂરી કરો હવે,
સ્વપ્નમાં હું આપની ભીતર ભમી શકું.

બે ઘડી ગમતી ગઝલને માણવી રહી,
શું ખબર ક્યારે અચાનક આથમી શકું.


0 comments


Leave comment