99 - એની માને / અનિલ વાળા
હું જ મને લખવાને બ્હાને,
વેરાયો છું પાને-પાને.
ટેવ તને ધાર્યું કરવાની
મારું સૂચન માગ્યું શાને ?
સ્મિત તમારું ચોરસ ચોરસ,
પૂરાયો છું ખાને-ખાને.
વાત ખરેખર સારી છે હોં,
નાખી જો ભીંતોનાં કાને.
જોઈ તમારું હસવું લાગ્યું
વન ઊગ્યું જાણે વેરાને.
જેવો છું એવો છું હું તો,
અફવા-બફવા એની માને.
0 comments
Leave comment