104 - ખૂટી શકે / અનિલ વાળા
શબ્દની ડાળ તૂટી શકે,
સાંજને પાંખ ફૂટી શકે.
લૂંટવા કાજ છે આ ગઝલ,
હિંમતેમર્દ લુંટી શકે.
કાબિલે-દાદ છે શબ્દ પણ,
તીર જેવું જ છૂટી શકે.
શૂન્યમાં સૌ સમાયા અહીં,
એકડો કોણ ઘૂંટી શકે ?
મિત્ર છો મિત્રતા જાળવો,
આ ખજાનોય ખૂટી શકે.
જે બગીચો બનાવી શકે,
ફૂલ પણ એ જ ચૂંટી શકે.
0 comments
Leave comment