105 - રાસની ગઝલ / અનિલ વાળા


લ્યો, લખું એકાદ સૂક્કા શ્વાસની ગઝલ,
જિંદગીનાં એકલાં આભાસની ગઝલ.

ક્રૌંચના વધ બાદ જે અટકી પડી,
લ્યો, લખું હું વાલિયાની-વ્યાસની ગઝલ.

વાયરો આવે અને ફરક્યાં કરે સતત,
આપણું મેદાન - લીલાં ઘાસની ગઝલ.

એકઠી કરતો રહું ચોપાસથી સદા,
જ્યાં મળે, જ્યાંથી મળે છે રાસની ગઝલ.

છો તમે ચંદન અને પાણી સમાન હું,
મેં લખી છે એટલે રૈદાસની ગઝલ.


0 comments


Leave comment