106 - કોણ સંભાળી શકે / અનિલ વાળા
આપણામાં એક સપનું ટૂંટિયું વાળી શકે,
ને, અચાનક આપણું એ ઢીમ પણ ઢાળી શકે !
કાલની ચિંતા નકામી શીદ કરવી આપણે ?
જે થવાનું હોય એને કોઇ ના ટાળી શકે.
જિંદગી અર્થાત્ સૂકી વેદનાનું ચોસલું,
ઝાંઝવાંનાં જળ મહીં કેવુંક ઓગાળી શકે ?
શબ્દ સાથે શબ્દ જો તું થઈ શકે તો શક્ય છે,
તીર ના છેદી શકે ને આગ ના બાળી શકે !
થાય છે મન પાંચ-દસ પ્યારી ગઝલને પી લઉં.
પણ પછી લથડે કદમ તો કોણ સાંભળી શકે ?
0 comments
Leave comment