108 - સાંઈબાબા ! / અનિલ વાળા
અસલ જિંદગીની દડી, સાંઈબાબા !
કહો, અમને ક્યાંથી જડી, સાંઈબાબા ?
અહીં શ્વાસની પાઘડી, સાંઈબાબા,
અને સ્વપ્નની છે ગડી, સાંઈબાબા.
નહીં તો ગયો હોત મારી’ય બા’રો,
મને ચામડી આ નડી, સાંઈબાબા !
ફરીવાર આંખે કર્યું ક્યાંક કામણ,
ફરી વીજળી ક્યાં પડી, સાંઈબાબા ?
હજી તો મળ્યાં માંડ ત્યાં તો ફરીથી,
જુદા થઈ જવાની ઘડી, સાંઈબાબા !
0 comments
Leave comment