6 - હળવે... હળવે.../ યોસેફ મેકવાન


હળવે હળવે રાત ઢળી ગઈ,
ભૂરી ભૂરી યાદ ઢળી ગઈ.

બે પાંપણની વચ્ચે થઈને,
જરાક અમથી વાત ઢળી ગઈ.

લૂમઝુમ દિનનો ભાર સહીને,
ફોરમ ફૂલની સાથ ઢળી ગઈ.

સંબંધોની પાલખ છૂટતાં,
સ્વપ્નોની મહેલાત ઢળી ગઈ.

શ્વાસની નાજૂક પાંદડી ખરતાં,
કાળને સાગર જાત ઢળી ગઈ.

૧૯૮૫


0 comments


Leave comment