10 - રહ્યો / યોસેફ મેકવાન


તારો અવાજ મ્હેક બની આવતો રહ્યો
મારી ઉદાસ સાંજને પિગાળતો રહ્યો.

ચારે તરફ સમયમાં તિરાડો પડી ગઈ
તારા પ્રસંગોની પળોથી સાંધતો રહ્યો.

ફેલાઈને પડ્યો અહીં તડકો સવારનો
કૈં યાદ તારી લાવતો-અકળાવતો રહ્યો.

મારી ઉપર લળી રહી પરછાંય ફૂલની
હું રંગ ને સુગંધ એની માણતો રહ્યો.

આકાશથી સરી રહ્યા તારા નીચે નીચે
હું એમ ઊંડે ક્યાંક ઊંડે વ્યાપતો રહ્યો.

૧૯૭૭


0 comments


Leave comment