11 - નાંગરી બેઠો / યોસેફ મેકવાન


આ પવન જ્યાં નામ તારું આળખી બેઠો,
ડાળ પર ટહુકો અચાનક પાંગરી બેઠો.

આ ક્ષણોના રણ વિશે તુજ નામનો છાંયો,
એટલે હું આટલો આરામથી બેઠો.

એક ઘટનાની નદી સાગર બની ગઈ,
શૂન્યતાને તટ હું નૈયા નાંગરી બેઠો.

રાતનો અંધાર આાંખે ચોંટતાં ચોંટ્યો,
સૂર્ય ઊગ્યો ત્યાં જ હું તો આથમી બેઠો.

શ્વામાંથી કોણ ભાગી જાય આ પકડો...
ઝાલવા એને હું રસ્તો ચાતરી બેઠો.

૧૯૭૭


0 comments


Leave comment