2.2 - જયદેવ શુક્લની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ   આધુનિકોત્તર ગુજરાતી કવિતાના મહત્ત્વના કવિ જયદેવ ચન્દ્રકાંતભાઈ શુક્લનો જન્મ તા.૨૫-૪-૧૯૪૬ ના રોજ સુરતમાં થયો હતો. પિતા ચન્દ્રકાંતભાઈ શુક્લ કર્મકાંડી પંડિત. બાળપણથી જ ભગવતીકુમાર શર્મા જેવા સાહિત્યકારની સમીપ રહેવાનો મોકો મળ્યો. જેણે કવિતરીકેના ઘડતરમાં ભાગ ભજવ્યો, તો શિક્ષણ દરમિયાન નટવરસિંહજી પરમાર જેવા વિદ્વાન અધ્યાપકે સાહિત્ય માટે લગની લગાવી. જયદેવ શુક્લ એ થોડો સમય મોડાસા કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ વર્ષો સુધી સાવલીની શ્રી બી.કે. પટેલ આર્ટ્સ કૉલેજમાં અધ્યાપન કરી નિવૃત્ત થયા. તેમની પાસેથી પ્રાથમ્ય (૧૯૮૮) નામનો એકમાત્ર કાવ્યસંગ્રહ મળે છે.ઉપરાંત ખંડકાવ્ય (1986), ગુજરાતી કવિતા ચયન (2001), હનુમાન લવકુશ મિલન (1982), વીસમી સદીનું ગુજરાત (2002) જેવા સંપાદનો પણ પ્રાપ્ત થયાં છે. છેલ્લા સાત વર્ષથી તે શિરીષ પંચાલ તથા બકુલ ટેલર સાથે મળીને ‘સમીપે’ નામનું સાહિત્ય અને અન્ય કલાઓને વરેલા સામયિકનું સંપાદન કરી રહ્યા છે.
(ક્રમશ...)


0 comments


Leave comment