૪૭ શકતો નથી… / રમેશ પારેખ


હા, ફલક કોરું ભરી શકતો નથી
એકાન્તને હું ચીતરી શકતો નથી

ચાંદ ઊગે છે હથેળીમાં અને
કોઈની આગળ ધરી શકતો નથી

તો પછી જીવતો રહીશ શબ્દો મહીં
હું મરીને પણ મારી શકતો નથી

સ્વપ્ન મારાં ક્યાં મને લઈ જાય છે
કેમ હું પાછો ફરી શકતો નથી

પાંપણો મીંચી દીધાથી શું વળે
એમ કૈં સૂરજ ખરી શકતો નથી

હું પ્રસંગોમાં તણાતો જાઉં છું
હાથ છે, પણ કૈં કરી શકતો નથી.