3 - બીજી આવૃત્તિનું નિવેદન / વેવિશાળ / ઝવેરચંદ મેઘાણી


   સામાન્ય વાચકો તેમ જ વિવેચકો, બંનેએ આ વાર્તાને સરખા પ્રેમથી વધાવી લીધી છે. એ ચિત્ર ખાસ કાઠિયાવાડના સમાજ-જીવનનું હોવા છતાં—અને પાત્રોનાં મુખમાં મુકાયેલી ભાષા વગેરેની કેટલીએક ખાસિયતો તળપદી કાઠિયાવાડી છતાં—ગુજરાતીઓ સમસ્તને એમાં રસ પડ્યો છે, એ મને અનેકના પરિચયથી જાણવા મળ્યું છે. આટલા સત્કાર કરતાં લેખકને વધુ શું જોઈએ?
રાણપુર: જ્યેષ્ઠી પૂર્ણિમા, 1998 [સન 1942]
ઝવેરચંદ મેઘાણી..


0 comments


Leave comment