2 - આ ક્ષણે..... / કાવ્યવિવેચનની સમસ્યાઓ / શિરીષ પંચાલ


   “કાવ્યવિવેચનની કેટલીક મૂળભૂત સમસ્યાઓ” શોધનિબન્ધ પ્રો. સુરેશ જોષીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ માટે ૧૯૭૯ માં રજૂ કરવામાં આવ્યો હતો. આ નિબન્ધના પરામર્શકો શ્રી નિરંજન ભગત અને શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર સૂચવેલા સુધારાને અહીં આમેજ કરી લીધા છે, એ સિવાય નિબન્ધનું સ્વરૂપ યથાવત્ રાખ્યું છે. આજે છ વર્ષ પછી આ નિબન્ધ પ્રગટ થાય છે ત્યારે આ બંને વિદ્વાનોનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. આ નિબન્ધને પ્રગટ કરવા માટે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય આપેલી અનુમતિ બદલ હું તેને આભાર માનું છું. આ શોધનિબન્ધ ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર તરફથી પ્રગટ થાય છે એનો રોમાંચ હંમેશ રહેશે.
- શિરીષ પંચાલ


0 comments


Leave comment