૨ એમ કૈ આવ્યું સ્મરણ બપ્પોરનું / શ્યામ સાધુ


એમ કૈ આવ્યું સ્મરણ બપ્પોરનું
ઓઢી લીધું નામ મેં ગુલમ્હોરનું.

ક્ષણની પેલી પારથી ઊડ્યો ગુલાલ,
સ્વપ્ન આવ્યું છે સમયને લ્હેરનું

શ્વાસમાં રોપી દીધો ટહુકો લીલો,
ગીત કોણે ગાયું છે કલાશોરનું?

આસમાની રંગને પ્હેરી તો જો,
બ્હાર નભ ઊભું છે કેવા તોરનું !

આંધળા સસલા સમો હું, સૂર્ય તું,
આપનું મળવું સ્મરણના શહેરનું !