૧૫ વિવશતા તમને ચાહ્યાની / શ્યામ સાધુ


વિવશતા તમને ચાહ્યાની,
આવળનાં ફૂલોની મ્હેક.

નભથી ઘેરાતાં ઘેરાતાં,
વાદળ ઝૂક્યાં ઘરમાં છેક.

કીકીનો અવસાદ કહે છે,
આવે તો આવે ક્યારેક.

ભીંતે ચીતર્યા મોર ટહુક્યા,
આંગણમાં ફૂલ ઊગ્યા બે’ક.