2 - અર્પણ / માળો / રાજેશ વણકર


જીવનના અડોઅડને અડાબીડ
આ પાંચ જણને –
નિરંતર હેત ઢોળ્યું છે જેનાથી જીવું છું એ...
મા.... અનસુયા
બાપગોતરની જમીનની જેમ મને વાવ્યો.. લણ્યો એ...
બાપા.. પરમાભાઈ
જેમણે ફળીયે બેઠા બેઠા છટા આપી વાત કરવાની એ...
દાદા... રામાભાઈ માનાભાઈ
જેમણે તડકે-છાંયડે ભાવ, લય, સંવેદન પૂર્યા શબ્દોમાં એ...
બા.. જીવીબા ઉર્ફે જયાબા
જેમણે પ્રથમ અંકૂર ફૂટાડ્યો ખેતરને માથે બેસીને સાહિત્યનો... એ....
કાકા સંકેત અમીન (સવાકાકા)


0 comments


Leave comment