9 - ચાલ... ચાલ.... અને ચલ / રાજેશ વણકર


   ‘બે ચા....આર સ્ખલનો યાદ છે મને....’
   ‘કેમ અચાનક સ્ખલનો યાદ આવે છે ?’
    રૂમમાં આવતાંવેંત ગાવા માંડેલા શેખરને મેં પૂછ્યું.
   એ રોજ હોસ્ટેલ પર મોડો આવતો. કોલેજથી છૂટીને લાઈબ્રેરીમાં વાંચતો. ને ભૂખ લાગે ત્યારે રૂમ તરફ આવતો.... આજ તેને કોઈ દિવસ નહીં ને આમ ગાતો સાંભળીને, ખાસ તો સ્ખલનો ગાતો સાંભળીને મને આશ્ચર્ય થયું.

   ‘બસ એમ જ’ તે બોલ્યો પણ તેના મુખ પર આજે સાવ જુદા ભાવ હતા ને વાત વાતમાં થોડું હસી પડતો’તો . એટલે મારે તેને પૂછવું જ પડ્યું
   ના બોલ યાર... શું છે કોઈ પટાવી કે –
   ‘ના યાર’ તે ન્હાવાનો રૂમાલ લેતાં લેતાં બોલ્યો. ગયો. આજે રૂમાલને તેણે વિંટો વાળી દીધોતો. બાથરૂમમાં તેણે ઘણીવાર લગાડી. પછી પરત આવ્યો ત્યારે તેના રૂમાલમાંથી ટપકતું પાણી જોઈને હું ભડક્યો. ઉભો થયો ને રૂમાલ ખેંચી લીધો તો અંદર પલળેલી અંડરવેલ. એ જોઈને મને આશ્ચર્ય બેવડાયું ને તેને પૂછ્યું,
   - હવે પકડાઈ ગયો. કહેવું જ પડશે બોલ શું હતું ?
   - બસ આતો એમ જ બદલી કાઢી.
   - ના રે ના હવે હું ન માનું. કોઈ દિવસ નહીં ને આજે જ સાંજે બદલી ?(હોસ્ટેલ વાળાની આ આદત)
   - બદલવી પડે.
   - એ પડે એટલે શું ?
   - મજબુરી કા નામ...
   - હવે એ મહાપુરુષને ન વગોવીશ તારી વાત કર.
   - જો ને યાર બહુ દિવસથી કંટાળ્યો હતો એટલે –
   - પણ કંટાળ્યો એટલે આમ ચડ્ડી બદલવાની ?
   - છોડ ને યાર ચાલ ખાવા.
   - ના આજે વાત સાંભળ્યા વગર ન ખવાય.
   - જઈ આવ્યો.
   - પણ ક્યાં ? અંડરવેલ બદલવા ? એ તો જોયું.
   - ના યાર ત્યાં તેણે મૂઠ્ઠીવાળીને હાથથી સંકેત કર્યો. હું પામી ગયો ખડખડાટ હસતાં કહ્યું.
   - આખરે બકરી ડબ્બામાં.... હાથ થાકી ગયા....? કેમ આ વરસે લગન બગન નો મેળ પડે એમ નથી કે શું ?
   - તું યાર બધેય પ્રશ્નોની જાળમાં મને ના ભેળવી દઈશ અને તારી પ્રશ્નો પૂછવાની ટેવ અહીં ના કામ લગાડીશ.
   તેણે વાતને બીજે વાળવાનો પ્રયાસ કર્યો.

   એ હવે મુક્તપણે હસી પડ્યો હતો એક વાર હું એને બસસ્ટેશન તરફ જોવા લઈ ગયો હતો ત્યારે તે વળી વળીને એ તરફ જવા કરતો હતો. જાણે એને ઈચ્છા થઈ ગઈ હોય એમ. અને પેલી બાજુ તો ઈશારો કરવાની જ વાર હતી. અને મે એની મજાક ઉડાડી હતી અને એ મારી વાતોથી છેડાઈ ગયો હતો. પછી બધા વચ્ચે ફજેતો કરશે એવું લાગ્યું એટલે એને લઈને હું ત્યાંથી હટી ગયેલો પણ આજે એ જાતે જ.
  
   મને આશ્ચર્ય થયું.
   - વાઘ લોહી ચાખી ગયો પણ બહું સારું નહીં હોં આ.
   - એઇ ઉપદેશક બંધ થા. ચાલ જમવા મેસ બંધ થઈ જશે
   - ના પણ યાર કેવી હતી એ તો કહે. કહી હું એની નજીક બેઠો.
   - પેલી જ. પાનની પીચકારીઓ મારતીતી એ ગોગલ્સવાળી સેન્ટ બેન્ટ નાખીને તૈયાર જ હતી એ જ. ઘૂઘરીઓવાળા પર્સ...
   - અરે રહેવા દે બહુ વર્ણનો ના કર એ તારી પ્રાણપ્રિયાનાં.
   - જવા દે યાર કાલીદાસ ન બન.
   - ઠીક સમયે યાદ કર્યું આ પણ.
   - કાલીદાસની જ પરંપરા છે એ ગણિકાઓના નિવાસે જ રોકાતા...
   - બધુંય ખબર છે, ચાલ ખાવા.
   - ના યાર એમ ન ખવાય.તેં પ્રથમ કેવી રીતે એને બોલાવી એ તો કહે.
   મારી ઉત્કંઠાય માતી નહોતી....
  - અલ્યા હું તો ઉભો જ હતો એના તરફ જોવાઈ ગયું. વારંવાર જોવાયું એટલે એ નજીક આવી. આંખનો ઈશારો આવ્યો. મારાથી પણ ઈશારો થઈ ગયો એ બોલી ‘શું છે ?' શું એની ચાલ યાર અને પાનની પીચકારી મારીને બોલી એટલે મારાથી પૂછાઈ ગયું ‘કેટલા’ ? એ કહે – ‘એકસો ત્રીસ’ – ‘પણ જગ્યા?' એ કહે ‘છે' - એનો શું ચાર્જ એ કહે ‘ત્રીસ જગ્યાના ને સો...' 'તારા ?' મારાથી એકવચન સંબોધાયું ને એ બોલી પણ મંજરીની જેમ. ‘ચાલ’ને આપણે તો ભાઈ એનાથી થોડું છેટું રાખીને ચાલ્યા....
   - પછી ક્યાં ગયા ?
   - તારા માથામાં. હવે તો છોડ યાર પછીની વાત નથી સમજી શક્તો?
   - ના યાર સમજાવે તો સમજાય.

   મેં ઓશીકું હાથમાં લેતા કહ્યું ને તેનેય બેસવું જ પડ્યું. બોલ્યો.
   - એણે કહ્યું ‘બે જણ છે’ હોટલવાળાએ બીજા કોઈ પાસે ત્રીસ અને મારી પાસે ત્રીસ લીધા. મને થયું એને સોમાંથી ત્રીસ જગ્યાના આપવા પડે છે.
   - પેલો કોણ ?
   - જવા દે ને યાર, હશે કોઈ.

   ને આપણે તો આસપાસ જોતા જોતા ગભરાતા ગભરાતા હોટલના રૂમ તરફ ગયા ને એણીએ ડોકું બહાર કાઢ્યું અહીં બેસ બહાર પલંગમાં બેસાડ્યો પછી તો ત્રણેક મિનિટ મારી કેમ ગઈ એનો કોઈ હિસાબ જ નથી.

   મારું થરથરવું કહે, ઉત્તેજીત થવું કહે પણ વરસાદ પડતો હોય ને જેમ ઠંડી લાગે વળી પાછી મજા આવે એવું મને થવા માંડ્યું. આસપાસની દીવાલ પરના ભગવાનના ફોટાઓ મને સત્ય શીવ સત્ય સાંઈ જેવા ઉચ્ચારો કરાવતા અને હું...

   એણીએ બારણું ખોલી ડોકું કાઢ્યું 'ચાલ.... '
   આને એક જ શબ્દ આવડે છે. મને થયું ‘શબ્દ બદલને’
   હું અંદર ધકેલાયો , કોઈ બહાર નીકળી ગયું મને થોડી ખાટી થોડી મીઠી હવા લાગી અને મેં બુટ કાઢ્યા ત્યાં એ પલંગ પર બેઠી, કંઈક બોલી એ મને ના સંભળાયું. હું સામે બેઠો એ પણ સામે બેઠી બિન્ધાસ્ત. એ કહે ‘પૈસા કાઢ' મેં કાઢ્યા એના ચહેરા પર જ મારી નજર એ ઊંધું ઘાલીને કંઈક કરતી હતી મને ખબર નહીં શું કરતીતી,પછી,એણીએ તો કાઢ્યું કોન્ડોમ.

   - હવે ચાલ યાર ખાવા.
   - અરે તું તો ભૂખ્યો થયો ભૂખ ભાગી નથી કે શું? મારાથી હસી પડાયું.
   - પણ યાર જોજે કોઈને કહેતો નહીં આ તો જરા.....
   - ના ના હું કોઈને કહેતો હોઉં ? બોલ પછી ?
   - અરે ! મને કહે 'છોડ' ને મેં તો પેન્ટ કાઢ્યું, શર્ટ તો અગાઉથી જ કાઢી નાંખેલું ને એણીએ તો પહેરાવ્યું. પહેરાવતા એણીએ મારી સામે જોયું આશ્ચર્યથી. ને પછી તો છોડીને કહે ‘ઉતાવળ કર.’

   હું ત્યારે સભાન નહોતો શું થયું એ મને ખબર નથી પણ મે જ્યારે ધીમે ધીમે તેના ગાલ સુધી મારું મોં લંબાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બોલી ‘સીધો રહે ફટાફટ કામ પતાવ’ આ શબ્દો સુધી મને તે યુવતી નહોતી લાગી. પંદર એક વરસની ઉમરની આ છોકરીની હાલત ખરેખર કફોડી હતી ‘ઉતાવળ કર ઉતાવળ કર’ એમ કહ્યા કરતી એ છોકરી ‘સીધો રહેને....’ સુધી આવી ત્યારે મારું મોં એના ગાલને સ્પર્શી ગયેલું ત્યાં જોયું તો તેણીએ મોં તો બંધ રાખેલું પણ મને મળી એટલી જગામાં મેં જીભ ફેરવી એનામાં અત્યાર સુધીની ટાડાશ દૂર થવા માંડી હોય એમ મને લાગ્યું એને આશ્લેષમાં લીધી સંપૂર્ણ પુરૂષત્વનું જોર લગાવ્યું ને મારામાં પણ કેટલી વાર તિવ્રતા ટકે... ને ‘ચાલ' કહેતી એ ઊભી થઇ ને પછી બારી તરફ જોરથી થૂંકી. ત્યારે એનું બંધ મોં ખૂલ્યું. એના કાચાને કાચા પણ ખવાઈ ગયેલા જોબનને ઝુલતું જોયું ત્યારે મને થયું....એ ક્યાં ખંડિત છે? એને કોઇક તો મળશે ને ? એવી આશા આજેય એના હોઠોમાં ને યૌવનમાં કેટલી કાળજીથી એણે જાળવી છે હું મારા કપડાં ઠીક ઠાક કરું એ પહેલાં તો એ પહોંચી ગઇ કોઇ નવો 'ઘરાક' ખોળવા પોલીસ અને દલાલથી માંડીને હોટલવાળા સુધીના કેટલાય હપ્તા તેનેય યેન કેન પ્રકારે પૂરા કરવાના હતા ને ! અને પેટ માગે એ જુદું. છતાંય પેલી તરસ તો વરસો પછીય ભરચોમાસે એવી ને એવી જ. હજારની ભૂખ સંતોષાય પણ એની ભૂખનું શું? મારાથી મોટેથી બોલી પડાયું. હું સભાન થયો ભાગ્યો ત્યાંથી વિચારતો...સાચે જ એનું એ ગણતરીની મિનિટો લાકડું થઈને પડી રહેવું એ આ જવા કરતાં વધુ ખતરનાક લાગ્યું મને. શરમજનક પણ લાગ્યું. તોય એની સેવા તો પોતાની જાત ધરી દેવાથી જ શોભતી જાણે .

    એ અસ્ખલિત બોલ્યે જ જતો હતો. હું ધીરે ધીરે ગંભીર થતો જતો હતો. મેસનો ટાઈમ અને ભૂખ અમે અમે જાણે ભૂલી ગયેલા.એ બોલતો રહ્યો.
   - હું વધી ગયેલા ધબકારા સાથે એ ઊભી રહે છે ત્યાંથી નીકળ્યો ત્યારે એ જાણે મને ઓળખતીય નહોતી અને બીજા ઘરાકને કહેતી હતી.
   - કમ નહીં લૂંગી... ચલ... નીકલ... ભો....

   મારા પગ થંભી ગયા. તેની બેફિકરાઈ જોઈને... તો સ્હેજ આગળ થોડી આડશ પાછળ પેલો ખુંખાર જેવો લાગતો કોઈ માણસ બીજીને ધમકાવતો હતો.
   - તેરી મા....ચો... આજ મેરા ખાસ ગેસ્ટ આયા હૈ ઓર તું ના બોલ રહી હેં.... બે...ચો... આજ કે બાદ મેરે એરીયે મેં ખડી રહી તો સપના જૈસા હાલ હોગા.... મિલતી હૈ વો કહીં ભી... દેખ લેના જાકે બોમ્બે કી બાજારમે ઉનકો... વો સબકા સાફ કરતી હૈ... કોઈ ઉનકે પાસ જાતા ભી નહી હૈ... સિર્ફ સાફ કરને કા ધંધા.... ચલ.... નીકલ યહાં સે ચલ... ભો...

   અને મારી જાતને ધકેલતો ત્યાંથી હું નીકળી ગયો.. ચાલ... ભાઈ અહીં શું કરી શકવાનો તું....
   તે દિવસે અમે બન્ને મિત્રો ખાવા નથી ગયા.... ઘેરથી આવેલ નાસ્તો થોડો થોડો ખાઈને ઊંઘી ગયા... ઊંઘ પણ ક્યાં હાથમાં આવી હતી મોડી રાત લગી...અને રૂમમાં પણ રોજ કરતાં વધારે અંધારું હતું..
* * *


0 comments


Leave comment