1 - ઉદ્ગાર - નિવેદન / નલિન રાવળ


'ઉદ્ગાર’ની પ્રથમ આવૃત્તિ રવાણી પ્રકાશનગૃહ દ્વારા ૧૯૬રમાં પ્રસિદ્ધ થઈ. ૨૦૧૦માં ‘ઉદ્ગાર’ની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે જેમાં તાજેતરમાં રચાયેલ દસ કૃતિ આમેજ કરી છે તેમજ કવીશ્વર દલપતરામ એવોર્ડ સ્વીકારતી વેળાએ આપેલ વકતવ્યને સમાવ્યું છે.

‘ઉદ્ગાર' શુકનવંતો સંગ્રહ છે. જેના પગલે સમયાંતરે અન્ય પાંચ કાવ્ય સંગ્રહ પ્રગટ થયા તેમજ વાર્તા, વિવેચન, અનુવાદ આદિ નવ પુસ્તકો પ્રસિદ્ધ થયા. લેખન કેવો તો અદ્ભુત આંતરપ્રવાસ છે ! હૃદય-હૃદયને જોડતી એ કેવી તો અદ્ભુત આનંદકડી છે !

ઉમાશંકર મારા એક પ્રેરક કવિ છે. ‘ઉદ્ગાર’ની બીજી આવૃત્તિ એમની જન્મશતાબ્દી વર્ષના આરંભે પ્રગટ થઈ રહી છે તે મારે મન એક સુંદર સુયોગ છે.

નલિન રાવળ
આષાઢી પૂર્ણિમા
તા. ૨૫-૭-૨૦૧૦
અમદાવાદ0 comments


Leave comment