1 - આવું ? / નલિન રાવળ
નવા નાજુક ખીલ્યા
ફૂલના ઝાકળભર્યા આવાસમાં વાસો રહી,
આંબો ભરી ઝૂલી રહેલા મ્હોરના વાઘા સજી,
રળિયામણી વ્હેલી પ્હરોડે
આજ
આ દક્ષિણ હવા પર હેતથી પગલી ધરી,
મલકાઈને કેવું
વસંતે કાનમાં આવી કહ્યું, ‘આવું ?’
Developed by Accurate Infoway
0 comments
Leave comment