3 - સ્હવાર-ર / નલિન રાવળ


ઊંઘના સડેલ ગૂણિયા પરે પડેલ
શ્હેરનો સળંગ વાંકચૂકથી વળેલ
માર્ગ,
સૂર્યનાં પીળાં તીખાં તરત તૂટી જતાં
અનેક કિરણો
ઉશેટી લાગલો ઊઠ્યો
તરત હડી દીધી તરત અવાજ..'વાજ.....' વાજમાં ડૂબી ગયો.

વહી હવા,
બગાસું બડબડ્યું,
વહ્યો અવાવરુ વિચાર.

ક્યાંક
ગાભરો ઊઠેલ હાથ ખોળતો
સ્હવાર.

સ્હવાર !
ક્યાં સ્હવાર છે અહીં ? અનેકની
ફરે છે આંખમાં અનેક સ્વપ્ન ધૂંધળા હજી.0 comments


Leave comment