11 - શાંતિ / નલિન રાવળ


બારી મહીંથી જોઉં છું
ચોરસ રૂપાળું આભ,
ને છૂટાછવાયા તારકો - સૌ સ્વર્ગના ફરતા વિચારો,
આભના અંધારામાં આકાર દોરી ઊડતાં પંખી,
અહીં તાકી રહેલા મન ભણી
તોળાઈ રહેલા વૃક્ષથી ગરતા મધુર શબ્દો
ધીરે તરતી હવા –
પર દોલ લઈ સરતા
હસીને હેતમાં લઈ ઠેક નાચી આવતા નજદીક,
ને છે સાથમાં મધરાતમાં
કૂજી રહેલું
શ્હેરપંખી – સ્ટીમરોલર.


0 comments


Leave comment