18 - કવિનું મૃત્યુ / નલિન રાવળ
ખૂશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા
સુહમણું તારકતેજ પ્હેરી
ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા
સવારમાં આંહીં હમેશ આવતી.
આજે
સ્હવારે
લયલુબ્ધ અપ્સરા
એવું ક્યું સાંભળી ગાન ગૈ
કે
ઉન્માદમાં ફૂલ જ ચૂંટી લઈ ગૈ.
0 comments
Leave comment