19 - સ્વપ્નું / નલિન રાવળ


મોરના ટહુકારથી રણકી ઊઠેલા આભની
નીચે
ચોમેરમાં – વંટોળમાં
અંધાર ભીની સાંજમાં - ઝીણી વરસતી યાદમાં
મનમાં ફૂંકાતી
રણરેતની ડમરી મહીં,
દોડતા
ઊંટના ટોળા સમું ઘુમરાય છે સ્વપ્નું.
(રાજસ્થાનમાં આવેલ મંડ્રેલા ગામના સ્મૃતિ-દૃશ્ય પરથી રચેલી કૃતિ.


0 comments


Leave comment