21 - વાર વાર / નલિન રાવળ


વાર વાર
સંધ્યાકાશે પલકે બે કોની ઋજુ પાંપણનો પલકાર ?
વાર વાર
કોના તારે જાગી ઊઠે સ્મરણના ધબકાર?
વાર વાર
વહી રહ્યા વાયુ મહીં કોનો મૂદુ સ્પર્શ લહું પારાવાર?
વાર વાર
ખીલી રહ્યા કમલના ફૂલ મહીં
કોના મધુમુખનો તે આવી રહ્યો અણસાર ?
વાર વાર
કોના તે આ પદધ્વનિ મહીં ધીરે સુણી રહું
લયાન્વિત કવિતાનો ભણકાર?
વાર વાર ?


0 comments


Leave comment