3 - ઉદ્ગાર - સ્વાગત / નલિન રાવળ


ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્દગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે ! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.
– કાન્ત


0 comments


Leave comment