24 - ગામ / નલિન રાવળ
અષાઢ સાંજમાં
ઊડી રહેલ પંખીના સમું,
સમીર લ્હેરખી પરે
તરી રહેલ ચાંદની સમું,
પ્રભાત સૂર્યના મૃદુ
પ્રથમ કિરણ સમું,
રણ મહીં
ઊંટના ઢળેલ કાફલા સમું,
મધુર મોરના ટહુકારના સમું,
લલામ સ્વપ્નનાં સમું ઝગંત ગામ,
ગામ ખોરડે ખુલેલ
અર્ધદ્વાર પાસ
સ્નેહની કથા અકથ્ય
નેત્રમાં લઈ ઊભેલ
કન્યકા
નિહાળતી દૂરે દિગંતમાં
શેખાવટી - રાજસ્થાનમાં આવેલ એક ગામનું સ્મૃતિ ચિત્ર
0 comments
Leave comment