25 - વળાંક / નલિન રાવળ


તડકે
છલી શ્રાવણની સવારે
વહેતી હવાના હળવા હિલોળે
ઝૂકી ઊભી કોમલ કન્યકાના
સ્નેહે ભીના નેત્ર મહીંથી ઝરી રહ્યાં
અશ્રુ ઝીલી અંતરમાં
ધીરેથી
વળી ગયો એ પથને વળાંક
રે
કેમ આજે !
વરસી રહી શ્રાવણ સંધિકાએ
અંધારભીના નયને
નિહાળું
દૂરે જતો એ પથનો વળાંક.


0 comments


Leave comment