26 - રમણી / નલિન રાવળ


પૂર્ણિમાની
ચન્દ્રખીલી રાત્રિમાં
જળછોળ ભીની પવનની લહરમાં
પંખીકૂજ્યા પર્ણછાયા માર્ગની
ચોફેર
ચારે દિશાએ ગૂંજતા
શત દીપ તેજે ઝળહળ્યાં
માદક ફૂલોની મ્હેકથી ફોર્યા
મોતી સમા નમણાં
નગરમાં
સ્નેહ છલક્યા નેત્રથી જોતી
કેસૂડાનાં ફૂલ-શી
સુરખી ભરી રમણી
સૌના હૃદયમાં
ચાંદની
ચાંદીની થઈને બધે પથરાઈ ગઈ.
(એલેક્ઝાન્ડર ડૂમાની નવલકથા ‘લેડી વીથ ધ કેમિલીઆઝ'ની નાયિકા માર્ગારેટના પેરિસવિહારનું એક દૃશ્ય)0 comments


Leave comment