27 - કવિ / નલિન રાવળ


પંખી રવે પ્રસરતી સ્હવારે
શિશુમુખ રમી રહ્યા તડકાને
નિહાળતી જનેતાના હૈયા મહીં
સ્ત્રવી રહી વ્હાલપણની વાણી
સાંભળે છે કવિ,
પર્ણભર્યા વૃક્ષ
તળે
પ્રેયસીનાં નેહભર્યા નયનમાં
પ્રેમી જૂએ નીજ છવિ
નીરખે છે કવિ,
પૃથ્વી પટે નિરંતર ચાલી રહી લીલા
દુઃખ અને સુખ મહી
સંસારની સન્મુખ રહી સ્થિર
કવિ રચે વસંતના ગાન
વિલોકી રહે
માનવિના હૈયા મહીં હેતના ઉજાસ

(ઉમાશંકરના કાવ્યની ભાવસ્મૃતિ પર આધારિત)


0 comments


Leave comment