28 - કાવ્ય / નલિન રાવળ


એનું મૂળ
પૃથ્વીના અંતરાલમાં
ગર્જતા
લાવાના સમુદ્ર તલની
તળે
ખડકની ટોચ પર
ફૂટતા
સહસ્ત્રદલ પદ્મની નાભીમાં,
એની શાખા-પ્રશાખા
ભાનુના ભર્ગનીય પારના ભર્ગમાં
ઝલમલે
પણ
રાત્રિએ ચન્દ્ર ડોલાવતી
એની પર્ણ મર્મર
હજાર હૈયા પર ઝરમરે
ત્યારે
મને અનહદ ગમે.


0 comments


Leave comment