50 - ૧૮ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


સવાર
આજ સવાર એક દહેશત સાથે જ પડી. ઊંઘમાંથી ઝબકીને મારા હાથ ચોટલા ફંફોસવા લાગ્યા. બંને સલામત હતા.

જાણે હું મારા ઘરના પાછળના કમ્પાઉન્ડમાં વચ્ચોવચ્ચ ચત્તીપાટ પડી છું. મારું માથું મોગરાના ક્યારામાં છે. ત્યાં મારા જમણા ચોટલા ઉપર સાપ ચડે છે, ઘેરો લીલો, ચમકતો લાંબો, ભયથી મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. ત્યાં કોઈ મને દૂરથી કહે છે કે, ‘ચોટલો કાપી નાખ.’ અને હું કાતર લઈને ચોટલો કાપવા જાઉં છું ત્યાં મારી આંખ ઊઘડી જાય છે !0 comments


Leave comment