54 - ૨૧ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


આજે વોર્ડનના વી.આઈ.પી. ગેસ્ટને જોયા. જોયા પછી એના વિશેની ધારણા એકદમ બદલાઈ ગઈ. બિરવા, જોતાં જ લાગ્યું, જાણે ભૂલી પડી ગઈ છે. અંગ્રેજીમાં પીએચ.ડી. કરે છે. એનું ફિગર જોઈને ખ્યાલ ન આવે કે એને દસ વર્ષની બેબી હશે. કદ સામાન્ય કરતાં સહેજ નીચું, ચાંદની જેવો ધવલ રંગ, કાળી ભમ્મર પારદર્શી આંખો, નાની નાની હથેળીઓ, ખાસ ધ્યાન ખેંચે એવા રતુંબડા હોઠ.... નાનકડી મોંફાડ... નીચેનો હોઠ સહેજ ભારે... જોઈ મને વૃંદાના હોઠ યાદ આવી ગયા. પરંતુ એ ક્યારેય હોઠ પર ચુંબન નથી લેતી કે નથી દેતી.....0 comments


Leave comment