55 - ૨૨ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
સાંજે લાઇબ્રેરીથી આવીને ઓફીસમાં ટપાલ જોવા ગઈ. કામાણી-સાહેબનું કવર હતું. C/o મીરાં યાજ્ઞિક. સાહેબ, તમને નથી ખબર ? વૃંદાને પોતાનું સરનામું મળી ગયું છે ?
ઉપર આવી જોયું તો વૃંદાની રૂમ બંધ હતી. જમતી વખતે મેસમાં પણ ન જોઈ. સાડા નવ થવા આવ્યા. શું થયું હશે ? ઘેરથી કાંઈ સમાચાર આવ્યા હશે ?
સાડા દસ એ અને ઉષા આવ્યાં. અગાશીમાંથી મેં એમને વાડ કૂદતાં જોયાં. ચુપચાપ જઈને બારણાં નીચેથી ટપાલ સરકાવી રૂમમાં આવી સૂઈ ગઈ. થયું, ચીસો પાડી પાડીને કહું, વૃંદાને મારી જરૂર નથી..... નથી..... નથી.....
0 comments
Leave comment