56 - ૨૩ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
સંબંધ
આપણો સંબંધ
રગશિયું ગાડું.
ફુગાતો સહવાસ
ને
લટકતાં, લબડતાં
ઢસડતાં, ખસડતાં
આપણે.
ચાલને,
તોડીને ભાગી જઈએ, આ રાશ
ભલે જાગી જાય ગાડીવાન !
આટલું સાચવી લેવાની
દહેશત
ક્યાં સુધી દોર્યા કરશે,
આપણી
ખોડંગાતી ચાલ ને સડેલી કાંધ ?
ને
ક્યાં સુધી
ઉપાડ્યે જવાનું
આ
ઊભડક મૌન !!
બોલ વૃંદા ક્યાં સુધી ?
0 comments
Leave comment