113 - રાત ગળે છે / અનિલ વાળા


શબ્દો સાથે સાંજ ઢળે છે,
એમાં સુરાપાન ભળે છે.

ગાયોનું ધણ ગાલ લગાગા,
પાછો જ્યાં ગોવાળ વળે છે.

આઘે આઘે ડુંગર-વાટે,
દીવા જેવું કૈંક બળે છે.

આંખોથી એ મ્હાત કરે છે,
એમાં એને શું ય મળે છે !

મીઠી ઊંઘે આંખ ભરી છે,
ધીમે ધીમે રાત ગળે છે.


0 comments


Leave comment