116 - અસર્જનાત્મકતાનો એક અનુભવ / અનિલ વાળા


નાનપણમાં
આંબીલો ગળી ગયેલો.
માએ કહેલું :
“ભાઈના પેટમાં આાંબલી ઊગશે હવે !”

કશુંક ઊગવાની પ્રતીક્ષામાં
વ-ર-સો
વિતાવું છું....


0 comments


Leave comment