117 - હું / અનિલ વાળા


દસ બાય દસની ઓરડીમાં
દોરડી જેવા હાથપગ લઈને
સતત ટેબલફેનની હવાને આધારે
હાંફતું - વલુરતું - છીંકતું - શ્વસતું
ચાલતું – દોડતું – ધ્રૂજતું - ખાંસતું
ઊંઘતું - જાગતું - તૂટતું - ફૂટતું
અને એ જ રીતે –

સતત જીવતું (જીવવા મથતું)
માણસની માપ - સાઈઝનું
એકાદ કોરુંકટ્ટ આકાશ !


0 comments


Leave comment