1 - નિવેદન / તારીખ વાર સાથે / અનિલ વાળા


ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા મળેલી આર્થિક સહાયથી આ સંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે આ ક્ષણે એ સંસ્થાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સ્મરણ યાદી સહજ કરતાં લંબાઈ છે પણ ખરેખર જીવનમાં અર્ધો કલાક માટે પણ કોઈ એકાદ વ્યક્તિ સાથે થયેલ સમાલાપ આપણાં જીવનનું અભિન્ન ઘટક બની જાય છે. જો એમ યાદ કરવાં જઈએ તો કેટલાંય નામો સ્મરણે ચડે. કવિતા વિશે મેં જે અભિગમ અપનાવ્યો છે તે આ સંગ્રહમાં મુકાયેલ ત્રણ શપથપંક્તિઓ કહેશે. મારે ભાગે કંઈ કહેવાનું રહેતું નથી.

ડિવાઈન પબ્લિકેશન્સનાં મારાં પરમ આદરણીય મિત્ર પ્રા. અમૃત ચૌધરીનો પ્રેમ અને પ્રેમભરી ચા તથા એમની કાર્યદક્ષતા, સહકાર અને ઉષ્માપૂર્ણ આવકાર કયા શબ્દોમાં વર્ણવું? આજે આ સંગ્રહ તમારા હાથમાં છે એનું શ્રેય જે કેટલાક વ્યક્તિઓનાં ફાળે જાય છે એમાં શ્રી અમૃતભાઈ અને હરદ્વાર - કદી ન ભૂલી શકાય એવાં નામ છે. એમને ઘોંચપરોણે હું પાધરો રહ્યો છું.
- અનિલ વાળા


0 comments


Leave comment