43 - મને આપો / અશોક ચાવડા 'બેદિલ'


હું ઇચ્છું કે લઈ મારી બધી સમજણ, મને આપો;
તમારે આપવું હો જો ખુદા બચપણ મને આપો.

મને મારા જ ચ્હેરાથી ઘણી નફરત થઈ ગૈ છે,
તમે ના હરપળે આ રીતથી દર્પણ મને આપો.

જરાયે કામ ના આવી આ જીવનમાં સમજદારી,
સમજદારીથી પર થઈ જાઉં એવી ક્ષણ મને આપો.

કદી ત્યાં જઈ શકું એવી પરિસ્થિતિ નથી મારી,
જઈને કોઈ મારા ગામની રજકણ મને આપો.

મેં જોઈ એક ઉજ્જડ માંગમાં 'બેદિલ' અરજ આવી,
લઈ સુખ-સાહ્યબી સઘળી ફકત કંકણ મને આપો.


0 comments


Leave comment