21 - વિસ્તરી છે આ તરસ વાદળ સુધી / ઉર્વીશ વસાવડા


વિસ્તરી છે આ તરસ વાદળ સુધી,
તોય ના પહોંચ્યા કદાપિ જળ સુધી.

ચોતરફ છે આંધીઓ અફવા તણી,
કેમ પહોંચાશે હવે અટકળ સુધી.

શબ્દની આરાધના ઓછી પડી,
ના કદી પહોંચી શક્યા કાગળ સુધી.

વૃક્ષની ભાષા ઉકલશે કઈ રીતે ?
માંડ પહોંચ્યો છું હજી કૂંપળ સુધી.

શોધ ઈશ્વરની હવે પૂરી થશે,
આપણે આવી ગયા ઝાકળ સુધી.


0 comments


Leave comment