24 - ઊતર્યા શણગાર માફફ જિંદગી જીવી ગયો / ઉર્વીશ વસાવડા


ઊતર્યા શણગાર માફફ જિંદગી જીવી ગયો,
હું તુટેલા તાર માફફ જિંદગી જીવી ગયો.

જેમ ઢાળ્યો છે મને એમ જ ઢળ્યો છું હું સદા,
પાણીના આકાર માફફ જિંદગી જીવી ગયો.

ફૂંક મારી ને તમે ઝાઝું ટકાવી ના શકો,
બૂઝતા અંગાર માફફ જિંદગી જીવી ગયો.

જે અહીં આવ્યા નિસાસા નાંખતા પાછા ગયા,
હું ભીડેલા દ્વાર માફફ જિંદગી જીવી ગયો.

શબ્દમાં તો વ્યક્ત ક્યાંથી થઈ શકે મારી વ્યથા ?
ચીસ કે ચિત્કાર માફફ જિંદગી જીવી ગયો.


0 comments


Leave comment