25 - આરંભે છું અંત લખું છું / ઉર્વીશ વસાવડા
આરંભે છું અંત લખું છું,
શબ્દ વગરનો ગ્રંથ લખું છું.
બધા અહીં મ્હોરાં પ્હેરે છે,
હું ચ્હેરા પર દંભ લખું છું.
દોષ મને સ્પર્શી ના શકતા,
કમળ સમો છું, પંક લખું છું.
કેદ કરી સઘળી ઇચ્છાઓ,
પિંજર ઉપર પંખ લખું છું.
બધાં ચિત્ર ભૂંસાય પછી પણ,
રહેશે એવો રંગ લખું છું.
0 comments
Leave comment