26 - જળ હશે વાદળ હશે ઝાકળ હશે / ઉર્વીશ વસાવડા


જળ હશે વાદળ હશે ઝાકળ હશે,
બારણાં પાછળ કશી અટકળ હશે.

અ ઘડી અંધારનો પર્યાય છે,
આવતી ક્ષણ સૂર્યથી ઝળહળ હશે.

પ્યાસ આજે કાં હજી અકબંધ છે,
આપણે પીધું હતું મૃગજળ હશે.

આયનો ચમકી ગયો છે કેમ આ,
આપણા ચ્હેરામાં કોઈ છળ હશે.

અર્થ બીજો જિંદગી નો હોય શું,
એક પરપોટો છે પળબેપળ હશે.


0 comments


Leave comment