30 - સાત સમંદર મારી અંદર / ઉર્વીશ વસાવડા


સાત સમંદર મારી અંદર,
તોય તરસથી ભટકું દરદર.

લાખ ભલેને પ્રશ્નો પૂછો,
પ્હેલાં આપો શાપિત સરવર.

તૂટેલાં તોરણને પૂછું,
ક્યાં ખોવાયો મારો અવસર ?

નામ લખ્યું મારું દરવાજે,
સાદ અજાણ્યો ગુંજે ભીતર.

હું જ મને ના સમજું તો પણ,
દર્પણ સામે શોધું ઈશ્વર.


0 comments


Leave comment