૫ કહો, હોડકાં હાથ હલેસાં ખોટાં છે / ચિનુ મોદી


કહો, હોડકાં હાથ હલેસાં ખોટાં છે
છોડ હવે ‘ઇર્શાદ’ શ્વાસ પણ ઓઠા છે.

ક્ષમા, સ્મરણના દેશ, તમારી સરહદમાં
નથી બાળવા વેશ, વસ્ત્ર બહુ ઓછાં છે.

સમય સવાસો દ્રશ્ય, ત્વચાના અંધાપા
હડી કાઢતાં જન્મ મરણ પણ ભોળાં છે.

નગર નામની રીસ ચઢી છે દર્પણને
નથી સગાઈ કાંઈ, સાંઈ, અહીં મ્હોરાં છે.

નથી સગાઈ કાંઈ, સાંઈ, અહીં મ્હોરાં છે
છોડ હવે ‘ઇર્શાદ’, શ્વાસ પણ ઓઠા છે.0 comments