5 - બેન અને ચાંદો / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
બેન બેઠી ગોખમાં,
ચાંદો આવ્યો ચોકમાં.

બેન લાવી પાથરણું,
ચાંદો લાવ્યો ચાંદરણું.

પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણા પર પારણું.

ચાંદો બેઠો પારણે,
બેન બેઠી બારણે.

બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.

બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં રમતાં ઊંઘી ગયો.

બેનના હાલા ચાંદે લીધા,
બેનને તારા રમવા દીધા.0 comments


Leave comment