12 - થાઉં બિલાડો / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’




મને થાય હું થાઉં બિલાડો,
મોટો ઘોઘર કાળો કાળો.

તુંબમથાળો જાડો જાડો,
ઘુરરર ઘૂરકું આખો દહાડો.

ગજવું મેડી, ગજવું માળો,
મઝા પડે જો થાઉં બિલાડો.



0 comments


Leave comment