13 - આજે સવારે / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
આજે સવારે ઊઠી મેં જોયું,
ચકો ચકીબાઈ રમતાં હતાં;
ચાંચો ભરી ભરી ચોખાના દાણા
બચ્ચાંને ચણ બેઉ દેતાં હતાં.

આજે સવારે ઊઠી મેં જોયું,
બાપા ને બા બેય હસતાં હતાં;
નાની બચુડીને દૂધમધ પાતાં,
મીઠું મીઠું બેય હસતાં હતાં.


0 comments


Leave comment