20 - ચલો ઉજાણી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
ચાલો ઉજાણી ભાઈ જઈએ રૂડી,
જઈએ ખેલાવતા ગેડી દડી.

વડલાની ડાળનો ઊંચો તે હીંચકો
વડલાનાં પાનની પિપૂડી,

વડલાનાં ટેટામાં ગજવાં ભરી ભરી,
કરશું ઉજાણી રૂડી રૂડી,
રમશું ચગાવતા ગેડી દડી.0 comments


Leave comment